સુશાંતની આત્મહત્યા બાદ સલમાન ખાનના બીઇંગ હ્યુમન સ્ટોરમાં તોડફોડ

બોલીવૂડના લોકપ્રિય યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા સગાવાદ પર નવો જ વિવાદ શરુ થઈ ચુક્યો છે.

જેના પડઘા હવે બોલીવૂડના બહાર પણ પડી રહ્યા છે.સુશાંતના ફેન્સનુ કહેવુ છે કે, સુશાંત સિંહ રાજપૂતને બોલીવૂડમાં ભારે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે તેણે આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતુ.હાલમાં પોલીસ સુશાંતના મોતની તપાસ કરી રહી છે.

સુશાંતના મોત પાછળ બોલીવૂડના મોટા એક્ટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ જવાબદાર હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.કારણકે તેમણે સુશાંતને બેન કરી દીધો હતો.જેમના પર આક્ષેપ થઈ રહ્યા છે તેમાં સલમાનખાન, કરણ જોહર અને આદિત્ય ચોપરાનો પણ સમાવેશ થાય છે.

બિહારમાં તો તેમની સામે કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યો છે.દરમિયાન બિહારના પટણામાં સલમાનખાનની બ્રાન્ડ બીઈંગ હ્યુમનના સ્ટોરમાં ગઈકાલે સાંજે તોડફોડ કરવામાં આવી હતી.ટોળાએ સ્ટોરની સામે ઉભા રહીને સુત્રોચ્ચાર કર્યા હતા અને તેમાંથી કેટલાક લોકોએ સ્ટોરમાં ઘુસીને તોડફોડ કરી હતી તથા સલમાનનો પોસ્ટરો પણ ફાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુશાંત મૂળે બિહારનો છે.સુશાંતના મોત બાદ આરોપ લાગી રહ્યો છે કે, સુશાંતને એક પછી એક સાત ફિલ્મોમાંથી આઉટ કરી દેવાયો હતો અને તેના કારણે આ અભિનેતા ડિપ્રેશનમાં સરી પડ્યો હતો.

સુશાંતના મોતની  પોલીસ તપાસ કરી રહી છે.મોત માટે વ્યવસાયિક દુશ્મની જવાબદાર છે કે કેમ તેની શક્યતાઓ પણ પોલીસ ચકાસી રહી છે.સુશાંતના આપઘાત બાદ પોલીસે આ મામલામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરી છે.

દરમિયાન સુશાંતની અસ્થિઓનુ 18 જુનના રોજ પટણા ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news