‘સ્કૂલ બંધ તો ફી બંધ’ના સૂત્રોચ્ચાર સાથે સ્વામીનારાયણ મિશન સ્કૂલના વાલીઓનો હોબાળો

સુરતના વાલક પાટિયા ખાતે આવેલી સ્વામિનારાયણ મિશન સ્કૂલમાં સ્કૂલ બંધ તો ફી બંધના સૂત્રોચ્ચાર સાથે વાલીઓ સ્કૂલમાં જ ધરણા પર બેઠા છે. કોરોનાના કારણે સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ નહિ બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. જેનો કેટલાક વાલીઓ વિરોધ કરી રહ્યાં છે.

જેમાં આજે સરથાણા વલક પાટિયા પાસે આવેલી સ્વામિનારાયણ મિશન સ્કૂલના વાલી ઓએ સ્કૂલ પર વિરોધ પ્રદર્શન કર્યા હતા. વાલી ઓ એ આક્ષેપ કર્યા હતા કે એક અઠવાડિયા અગાઉ અમો સ્કૂલ બંધ તો ફી બંધ ના મુદ્દે સંચાલકો ને મળ્યા હતા. તે વખતે તેમને એક અઠવાડિયા પછી મળવા બોલાવ્યા હતા.

આજે અમો સ્કૂલ પર પહોચ્યા હતા.પરંતુ સંચાલકો સ્કૂલ ને તાળા મારી ને ચાલ્યા ગયા હતા.તેમ છતાં વાલી ઓ સ્કૂલ ની અંદર દાખલ થયા હતા.અને ભારે વિરોધ કર્યો હતો.સાથે જ સ્કૂલ બંધ તો ફી બંધ ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વાલી ઓના જણાવ્યા મુજબ સ્કૂલ જે ઓનલાઈન ભણાવે છે.તેમાં વિડિયો કવોલિટી બરાબર હોતી નથી. વિદ્યાર્થી ઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે.આથી સ્કૂલ બંધ તો ફી બંધ ને લઈને સ્કૂલ માં જ ધરણા પર બેઠા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news

Related Posts