મન કી બાત: લદ્દાખમાં ભારતની ધરતી પર આંખ ઉઠાવનારને જડબાતોડ જવાબ મળ્યો – PM મોદી

લદ્દાખની ગલવાન ખીણમાં 20 ભારતીય સૈનિકોની શહાદત, ભારતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ અને દેશમાં ચોમાસાની શરૂઆત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ કે આ સૌની વચ્ચે આપણા કેટલાક પાડોશીઓ દ્વારા જે થઈ રહ્યુ છે દેશ તે પડકારો સામે પણ લડી રહ્યો છે. ખરેખર, એક સાથે આટલી મુશ્કેલીઓ, આ સ્તરની આપત્તિઓ, ઘણી જ ઓછી જોવા-સાંભળવા મળે છે.

હજુ કેટલાક દિવસ પહેલા દેશના પૂર્વ ભાગોમાં એમ્ફાન તોફાન આવ્યુ, પશ્ચિમ ભાગોમાં નિસર્ગ વાવાઝોડુ આવ્યુ. કેટલાય રાજ્યોના આપણા ખેડુત ભાઈ-બહેનો તીડના આક્રમણથી મુશ્કેલીમાં છે. દેશના કેટલાક ભાગોમાં નાના-નાના ભૂકંપના આંચકા રોકાવાનુ નામ લઈ રહ્યા નથી.

પીએમ મોદીએ કહ્યુ કે લદ્દાખમાં ભારતની ભૂમિ પર, આંખ ઉઠાવીને જોનારાનો જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત, મિત્રતા નિભાવવાનુ જાણ છે તો યોગ્ય જવાબ આપવાનુ પણ જાણે જ છે. લદ્દાખમાં આપણા જે વીર જવાન શહીદ થઈ ગયા છે તેમના શૌર્યને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે. શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સમગ્ર દેશ તેમનો આભારી છે, તેમના સામે નત-મસ્તક છે. આ સાથીઓના પરિવારોની જેમ જ દરેક ભારતીય તેમને ગુમાવવાના દર્દનો અનુભવ કરી રહ્યા છે. ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેણે આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે. આપણી સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતના કમિટમેન્ટને જોયા છે.

પીએમ મોદીએ કહ્યુ કે ભારતમાં જ્યારે જ્યારે મોટા-મોટા સંકટ આવતા ગયા ત્યારે તમામ ત્રુટિઓને દૂર કરતા અનેકો-અનેક પ્રયોગ પણ થયા. નવા સાહિત્ય રચાયા, નવા સંશોધન થયા, નવા સિદ્ધાંત મૂકાયા એટલે કે સંકટ દરમિયાન પણ દરેક ક્ષેત્રમાં પ્રયોગોની પ્રક્રિયા ચાલુ રહી અને આપણી સંસ્કૃતિ પુષ્પિત-પલ્લવિત થતી રહી. આ વર્ષે દેશ નવા લક્ષ્ય પ્રાપ્ત કરશે, નવી ઉડાન ભરશે, નવી ઉંચાઈઓને સ્પર્શશે. મને પૂરો વિશ્વાસ 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર છે, આપ સૌ પર છે, આ દેશની મહાન પરંપરા પર છે.

પીએમ મોદીએ કહ્યુ કે એક વર્ષમાં એક પડકાર આવે કે પચાસ સંખ્યા ઓછી-વધારે હોવાથી તે વર્ષ ખરાબ થઈ જતુ નથી. ભારતનો ઈતિહાસ જ મુશ્કેલીઓ અને પડકારો પર જીત પ્રાપ્ત કરીને અને વધારે નિખરી રહ્યો છે. સેંકડો વર્ષો સુધી અલગ-અલગ આક્રાંતાઓએ ભારત પર હુમલો કર્યો. લોકોને લાગતુ હતુ કે ભારતની સંરચના જ નષ્ટ થઈ જશે પરંતુ આ સંકટોથી ભારત વધુ ભવ્ય થઈને સામે આવ્યુ.

કોઈ પણ મિશન જન-ભાગીદારી વિના પૂર્ણ થઈ શકે નહીં. તેથી આત્મનિર્ભર ભારતની દિશામાં એક નાગરિક તરીકે આપણા સૌનો સંકલ્પ, સમર્પણ અને સહયોગ ઘણો જરૂરી છે. આપ લોકલ ખરીદશો, લોકલ માટે વોકલ થશો. આ પણ એક રીતે દેશની સેવા જ છે.

ભારતનો સંકલ્પ છે ભારતના સ્વાભિમાન અને સંપ્રભુતાની રક્ષા કરવી. ભારતનુ લક્ષ્ય છે આત્મનિર્ભર ભારત. ભારતની પરંપરા છે વિશ્વાસ, મિત્રતા. ભારતનો ભાવ છે બંધુતા. આપણે આ જ આદર્શો સાથે આગળ વધતા રહીશુ.

વડાપ્રધાને કહ્યુ કે બિહારના રહેવાસી શહીદ કુંદન કુમારના પિતાજીના શબ્દ તો કાનમાં ગૂંજી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news