ખોવાઈ ગયું છે Aadhaar કાર્ડ, આ રીતે ફોનથી જ કરાવી શકો છો પ્રિન્ટ, 15 દિવસમાં આવી જશે ઘરે

હાલમાં જ UIDAI દ્વારા અપડેટેડ mAadhaar એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં આપવામાં આવેલાં ફિચર્સથી આધાર યુઝર્સ પોતાની તમામ જાણકારીઓ મોબાઈલમાં લઈને ક્યાંય પણ દેખાડી શકે છે. એટલે કે હવે યુઝર્સને દર સમયે આધાર કાર્ડની હાર્ડ કોપી સાથે રાખીને ફરવું જરૂરી નથી. આ એપમાં આધાર કાર્ડ હોલ્ડરનું રજિસ્ટર્ડ નામ, જન્મતારીખ, લિંગ, એડ્રેસ અને ફોટો સંબંધિત ડેટા હોય છે.

આ એપમાં આપેલાં ફીચરનો ઉપયોગ કરીને યુઝર કોઈપણ આધાર પ્રોફાઈલ જેવી કે લોક/અનલોક, બાયોમેટ્રિક લોક/અનલોક, VID જનરેટર, eKYC વગેરે માટે કરવામાં આવી શકે છે. આ ઉપરાંત એપમાં યુઝર્સને પોતાના આધારને રિપ્રિન્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો, તમે સરળતાથી mAadhaar એપ મારફતે તેને રિપ્રિન્ટ કરાવી શકો છો.

પ્રોસેસ શરૂ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો આ વાત
-આધાર એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ
-ઈન્ટરનેટ કનેક્ટિવિટી સારી હોવી જોઈએ
-આધારથી લિંક કરાયેલ મોબાઈલ એક્ટિવ હોવો જોઈએ
-12 ડિજિટનો આધાર નંબર કે વર્ચ્યુઅલ આધાર આઈડી (VID) ખબર હોવું જોઈએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news