જુનાગઢ:ગીર પંથકમાં ચાર યુનાનોએ દીપડાનાં બચ્ચાને હાથમાં પકડીને ટીખળ કરતા હોય તેવો વિડીયો વાયરલ

જુનાગઢ:ગીર (પંથકમાં ત્રણ યુનાનોએ દીપડાનાં બચ્ચાને હાથમાં પકડીને ટીખળ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગીરનાં ડીસીએફે ગઇકાલે ટ્વિટર પર દીપડાનાં બચ્ચાને પજવતો વીડિયો અને યુવાનોની તસવરી શેર કરી હતી. જેમાં તેમણે આ યુવાનોને પજવનાર યુવાનોને શોધવાનું કહ્યું છે.

ટ્વિટર પર વીડિયો શેર કર્યો

ડીએસએફ જુનાગઠે ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે, હાથમા લાકડીઓ લઇ ઢોર ચરાવવા નીકળેલા યુવાનોનાં હાથમાં દીપડાનું બચ્ચું આવે છે. આ નાનકડા જીવને તેઓ હેરાન કરી રહ્યાં છે. આવુ કરવું યુવાનો માટે મોટુ જોખમ પણ હતું અને સાથે કાયદાનો ભંગ પણ હતો. વિડીયોમા સંભળાતી વાતચીત પ્રમાણે આ યુવાનોને અંદરથી ભય હતો કે આ બચ્ચાની માતા અહીં આવશે તો આપણને નહીં છોડે. જોકે, તે લોકો રોમાંચ ખાતર આ જોખમ ખેડયું હતુ.

બચ્ચાને ગળામાંથી પકડી રાખ્યું છે

મહત્વનું છે કે થોડા સમય પહેલા ગીર પંથકમાં સિંહનાં બચ્ચાને હેરાન કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ગીર પંથકમા ચાર ટીખળી યુવાનો દિપડીના બચ્ચાને હાથમા લઇ રમાડતા હોય અને તેને પરેશાન કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતા પ્રમાણે યુવાનોએ બચ્ચાંને ખૂબ જ ઉશ્કેર્યુ હતુ અને વારંવાર તેના મો પાસે મોબાઇલ રાખી પરેશાન કર્યુ હતુ. લાચાર બચ્ચાને પાછળની બાજુથી એક શખ્સે ગળામાથી પકડી રાખ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news