કોરોનાને કારણે મુકેશ અંબાણીએ ગુમાવી અબજોની સંપત્તિ, છતાંય આ કંપનીમાં કેમ કર્યું 500 કરોડનું રોકાણ!

નવી દિલ્હીઃ દેશમાં અત્યારે કોરોના મહામારીને કારણે બધી જ સંસ્થાઓ બંધ છે, જેને કારણે ભણવાનું સૌથી ઉત્તમ સાધન ઓનલાઈન ક્લાસિસ છે. આ ઓન લાઈન લર્નિંગ પ્લેટફોર્મ પર ઘણો ગ્રોથ જોવા મળી રહ્યો છે. દેશનાં સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીએ આ વાતને ધ્યાનમાં લઈને Embibe નામની ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ કંપનીમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. આ નિર્ણય મુકેશ અંબાણીએ એવાં સમયે કર્યો છે, જ્યારે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપર 1.5 લાખ કરોડનું દેવું છે.

કોરોના વાયરસનો માર દુનિયાભરની અર્થવ્યવસ્થા પર પડ્યો છે. એવામાં દુનિયાનાં ઘણા અબજપતિઓને ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. એવી જ પરિસ્થિતિ દેશનાં સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીની પણ છે. ઉલ્લેખનીય છે કે, કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવવાને કારણે દેશનાં સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 28%નો ઘટાડો આવ્યો છે. અંબાણીને બે મહિનાની અંદર 31 માર્ચ સુધી દરરોજનું 2100 કરોડ રૂપિયા(30 કરોડ ડોલર)નું નુકસાન થઈ રહ્યુ છે. અને તેમની કુલ સંપત્તિ હવે ફક્ત 3.36 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે.

હુરૂન ગ્લોબલ રિચ લીસ્ટ મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)નાં ચેરમેન તેમજ એમડીની કુલ સંપત્તિમાં 1.33 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેને કારણે તેઓ દુનિયાનાં સૌથી પૈસાદાર લોકોની યાદીમાં 8માં સ્થાનેથી ખસકીને 17માં સ્થાને પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news

Related Posts