કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા 8 માંથી 5 ધારાસભ્યોએ ભાજપનું દામન થામ્યું

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું અને આ આઠ ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યોએ ભાજપનું દામન થામી લીધું છે. આ આઠમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

અગાઉ કોંગ્રેસને અલવિદા કહેનારા બ્રિજેશ મેરજા, જે.વી. કાકડિયા, અક્ષય પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને જીતુ ચૌધરીએ આજે ભાજપ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે. આ સાથે જ આગામી વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં તેમની ટીકિટ પાક્કી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.

લોકોના કામ નહી થવાનો હવાલો આપી પાર્ટી છોડી હોવાનું કોંગી ધારાસભ્યોએ જણાવ્યું હતું તો સાથે જ પોતાના સમર્થકો જેમ કહે તે પ્રમાણે આગળ નિર્ણય કરશે તેવું તેમણે જણાવેલું હતું અને હવે આ આઠ પૂર્વ ધારાસભ્યોમાંથી 5 પૂર્વ ધારાસભ્યોએ ભાજપનું દામન થામી લીધું છે.

નિયમ મુજબ ખાલી પડેલી વિધાસનભા અને લોકસભાની બેઠકમાં 6 મહિનામાં ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે માર્ચમાં જ કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી હતું. જેમાં ગઢડા, ડાંગ, લીંબડી અને અબડાસા અને ધારીના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. આ બેઠકો સાથે બાકીના તમામ બેઠકોમાં સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે. આ તમામ શક્યતાઓને જોતા ભાજપે કમર કસી નાંખી છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને અલવિદા કહેનારા ધારાસભ્યો

બ્રિજેશ મેરજા મોરબી
જે.વી. કાકડિયા ધારી
પ્રદ્યુમ્નસિંહ જાડેજા અબડાસા
અક્ષય પટેલ કરજણ
જીતુ ચૌધરી કપરાડા
મંગળ ગાવિત ડાંગ
સોમા ગાંડા પટેલ લીંબડી
પ્રવિણ મારુ ગઢડા

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news

Related Posts