છેલ્લા 24 કલાકમાં 10 રાજ્યોમાં કોઇ નવો કેસ નહીં, 4 રાજ્યો કોરોના મુક્ત

કોરોના વાયરસ સંક્રમણ સતત ફેલાઇ રહ્યું છે, રવિવારે બપોર સુધી દેશમાં સંક્રમણનાં કેસ વધીને 62939 થઇ ગયા છે, ત્યાં જ દેશમાં કોવિડ-19થી અત્યાર સુધી 2109 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને  રવિવારે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં દેશનાં 10 રાજ્યોમાં કોવિડ-19નો એક પણ કેસ નોંધાયો નથી, તે સાથે જ દેશનાં 4 રાજ્યો અત્યાર સુધી કોરોના વાયરસ ચેપથી મુક્ત છે.

રવિવારે મંડોલીમાં કોવિડ-19 કેર સેન્ટરની મુલાકાત લેવા પહોંચેલા હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં કુલ 4362 કોવિડ કેર સેન્ટર હાલનાં સમયમાં છે, તેમાં 3,46,856 લોકોને રાખવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને 72 લાખ જટલા N 95 માસ્ક અને 36 લાખ પીપીઇ કિટ મોકલવામાં આવી ચુકી છે.

જે 4 રાજ્યોમાં અત્યાર સુધી કોવિડ-19નો કોઇ કેસ નથી આવ્યો, તેમાં સિક્કીમ, નાગાલેન્ડ, અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. ત્યાં જ અંડમાન નિકોબાર, અરૂણાચલપ્રદેશ, મણીપુર અને મિઝોરમમાં કોરોના વાયરસનો કોઇ એક્ટિવ કેસ નોંધાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news