અમદાવાદમાં 30 જૂને ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આવતીકાલે નવસારી, ભાવનગર, વલસાડ, દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોળી શકે છે.

30 જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 30મી જૂનના રોજ વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news